રાજ્ય સરકારે ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. સત્તાવાર યાદી મુજબ, આજે 14 નવેમ્બર સુધી સરકારે 330 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 45 હજાર 500થી વધુ મૅટ્રિક ટન મગફળી ખરીદી છે. રાજ્યના 219 જેટલા કેન્દ્ર પર 19 હજાર 600થી વધુ ખેડૂતો પાસેથી આ ખરીદી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને મદદ કરવા 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. તેનો લાભ મેળવવા આજથી કાર્યરત્ કરાયેલા KRP.GUJARAT.GOV.IN પૉર્ટલ પર ખેડૂતો ઑનલાઈન અરજી કરી શકશે
Site Admin | નવેમ્બર 14, 2025 7:20 પી એમ(PM)
સરકારે અત્યાર સુધી 19 હજારથી વધુ ખેડૂતો પાસેથી 330 કરોડ રૂપિયાથી વધુની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી