પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલે કહ્યું છે કે સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદમાં પંચાયતી રાજ મંત્રાલયની મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવતાં તેમણે પંચાયતોની કાર્યશૈલી પર પ્રકાશ પાડ્યો અને તમામ પંચાયત પ્રતિનિધિઓને તેમના કાર્યમાં ધોરણોનું પાલન કરવા વિનંતી કરી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે મહિલાઓના નેતૃત્વ હેઠળનો વિકાસ સરકારનું મુખ્ય ધ્યેય છે, જે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપશે.
આ કાર્યક્રમમાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
Site Admin | માર્ચ 5, 2025 7:19 પી એમ(PM) | પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલે
સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે :પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ