જાન્યુઆરી 8, 2026 7:15 પી એમ(PM)

printer

સરકારી નોકરી ગેરરીતિ કેસમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં EDના દરોડા

સરકારી નોકરી ગેરરીતિ કેસમાં પ્રવર્તન નિદેશાલય-ED અનેક રાજ્યોમાં દરોડા પાડી રહ્યું છે. જેના ભાગરૂપે, ED એ આજે ગુજરાતનાં રાજકોટ, બિહારમાં મોતીહારી અને મુઝફ્ફરપુર, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, કેરળમાં એર્નાકુલમ, પંડલમ અને કોડુર, તમિલનાડુમાં ચેન્નાઈ, ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, પ્રયાગરાજ અને લખનૌ સહિત અનેક સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું છે.
બિહારની પટણા ઝોનલ ઓફિસના ED દ્વારા સરકારી વિભાગોમાં છેતરપિંડી કરીને ઉમેદવારોને છેતરતી સંગઠિત ટુકડી સાથે સંકળાયેલા નકલી સરકારી નોકરી ગેરરીતિના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.