15મી ગુજરાત વિધાનસભાનાં સાતમાં સત્રના બીજા દિવસે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનગૃહમાં ગઇકાલે પસાર થયું છે.ગૃહમાં પસાર થયેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 રાજ્યમાં કાયદા પાલનને સરળ બનાવીને – ડિજિટાઇઝ્ડ કરીને તેમજ સુયોગ્ય રીતે બદલાવ લાવીને વ્યાપાર સરળતા સાથે જીવન જીવવાની સરળતામાં પણ વધારો કરનારું વિધેયક બનશે. ન્યાયતંત્ર પરનું ભારણ ઘટાડવામાં પણ ઉપયુક્ત બનશે તેવી ગૃહમાં આશા વ્યક્ત કરવામા આવી હતી.મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ ગૃહમાં રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારના 6 વિભાગોના 11 કાયદાઓ-નિયમો હેઠળની 516 જોગવાઈઓને અપરાધમુક્ત ડિક્રિમિનલાઈઝ્ડ કરવાનો આ વિધેયકનો હેતુ છે.આ વિધેયકમાં કાયદાઓ અને નિયમોમાં સૂચવાયેલા સુધારાઓમાં નાની ભૂલો માટે શક્ય હોય ત્યાં કેદની સજા દૂર કરવામાં આવી છે અને કે દંડને બદલે નાણાંકીય પેનલ્ટીની જોગવાઈઓ કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 9:33 એ એમ (AM)
સરકારના છ વિભાગોના 11 કાયદાઓ – અધિનિયમોની 516 જેટલી જોગવાઈઓમાં સુધારાઓ સાથેનું ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા વિધેયક)-૨૦૨૫ ગૃહમાં પસાર
