સરકારનાં વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું આજે સમાપન થયું. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ સમાપન સમારોહને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકારે ગ્યાન શક્તિ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા ખેડૂત અને નારીશક્તિના સશક્તિકરણને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ કર્યુ છે. રાજ્યમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના 488 જેટલા વિકાસકાર્યોની ભેટ મળી છે.
આ પ્રસંગે શ્રી પટેલે બે હજાર 885 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં. રાજ્યના વિશ્વ-વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ – UPSC સનદી સેવાઓ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા 10 ભારતીય વહીવટ સેવા – IASના તાલીમ કેન્દ્રનો પણ આજથી પ્રારંભ કરાયો. આ પ્રસંગે શ્રી પટેલે ગુજરાત એટ 75ના પ્રતિકનું અનાવરણ અને ગુજરાત એટ 75 – ઍજન્ડા ફૉર 2035 અ ડિકેટ ઑફ ઍક્સલરૅશન ટુવર્ડ્ઝ વિકસિત ગુજરાત ઍટ 2047 પુસ્તકનું વિમોચન પણ કર્યું.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:29 પી એમ(PM)
સરકારનાં વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું આજે સમાપન