સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારતીય નૌકાદળ ભારતની દરિયાઈ સુરક્ષાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે કહ્યું કે નૌકાદળ સલામત, સુરક્ષિત અને સ્થિર સમુદ્રને સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને તે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સલામત અને સુરક્ષિત દરિયાઈ ક્ષેત્રો સુનિશ્ચિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 2:43 પી એમ(PM)
સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી
