સમ્રાટ રાણાએ ISSF શૂટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ જીત સાથે, રાણા વ્યક્તિગત એર પિસ્તોલ વૈશ્વિક ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.
રાણાએ 243.7 પોઇન્ટના સ્કોર સાથે આ ચંદ્રક જીત્યો. ચીનના હુ કાઇ તેનાથી માત્ર 0.4 પોઇન્ટ પાછળ રહ્યા. ભારતના વરુણ તોમરે કાંસ્ય ચંદ્રક જીત્યો.
22 વર્ષીય રાણા ઓલિમ્પિક ઇવેન્ટમાં વૈશ્વિક ખિતાબ જીતનાર પાંચમાં ભારતીય શૂટર બન્યા છે.
દરમિયાન મનુ ભાકર વ્યક્તિગત મેડલ મેળવવામાં ચૂકી ગઈ હતી પરંતુ મહિલા ટીમ ઇવેન્ટમાં એશા સિંહ અને સુરુચી સિંહ સાથે રજત ચંદ્રક જીત્યો છે.
આ સાથે, કૈરો ચેમ્પિયનશિપમાં ભારતની મેડલ ટેલી નવ પર પહોંચી છે.
Site Admin | નવેમ્બર 11, 2025 9:10 એ એમ (AM)
સમ્રાટ રાણાએ ISSF શૂટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.