જુલાઇ 16, 2025 10:25 એ એમ (AM)

printer

સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ જારી કરવાના મીડિયા રિપોર્ટ્સને આરોગ્ય મંત્રાલયે પાયાવિહોણા ગણાવીને ફ્ગાવ્યાં

સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ જારી કરવાનો આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે તેવા મીડિયા રિપોર્ટ્સને સરકારે ફગાવી દીધા છે. આરોગ્ય મંત્રાલયે, એક નિવેદનમાં કહ્યું કે, આ મીડિયા રિપોર્ટ્સ ભ્રામક, ખોટા અને પાયાવિહોણા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લોબી, કેન્ટીન, કાફેટેરિયા, મીટિંગ રૂમ જેવા વિવિધ કાર્યસ્થળોમાં બોર્ડ પ્રદર્શિત કરવા અંગે સલાહ એટલે આપવામાં આવી છે જેથી વિવિધ ખાદ્ય પદાર્થોમાં છુપાયેલી ચરબી અને વધુ પડતી ખાંડના હાનિકારક વપરાશ અંગે જાગૃતિ લાવી શકાય. આ બોર્ડ સ્થૂળતા સામે લડવા માટે દૈનિક રીમાઇન્ડર તરીકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરી વિક્રેતાઓ દ્વારા વેચાતા ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ જારી કરવાનું નિર્દેશિત કરતી નથી, અને ભારતીય નાસ્તાને ભારતના સમૃદ્ધ સ્ટ્રીટ ફૂડ સંસ્કૃતિને લક્ષ્ય બનાવતી નથી.