એક દિવસના રાજ્યના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગઇકાલે મોડી સાંજે વિદાય આપવામા આવી હતી. રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે તેમને વિદાય આપી હતી.એક દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમ દરમિયાન રાજ્યને 32 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને રાજ્યને ભેટ આપી હતી.ભાવનગર બાદ પ્રધાનમંત્રીએ અમદાવાદ નજીક આવેલા પ્રાચીન શહેર લોથલની મુલાકાત લઈ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલના કામની સમીક્ષા કરી. તેમણે નિર્માણાધિન કાર્યોનું નિરીક્ષણ કરી અને અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી. પ્રધાનમંત્રીએ ધોલેરા સ્માર્ટ સિટીનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 9:24 એ એમ (AM)
“સમુદ્ર સે સમૃધ્ધિ” તક કાર્યક્રમ હેઠળ રાજ્યના એક દિવસના પ્રવાસ દરમિયાન 32 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપનારા પ્રધાનમંત્રીને મોડી સાંજે વિદાય અપાઇ
