ઓગસ્ટ 5, 2025 7:28 પી એમ(PM)

printer

સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે

સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ એક મહિનામાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરી શકે છે.
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ યુસીસી સમિતિના વડા રંજના દેસાઈએ જણાવ્યું કે UCCની જરૂરિયાત ચકાસવા હવે વધુ કોઈ એક્સ્ટેન્શનની જરૂર નથી. અત્યાર સુધી યોજાયેલી તમામ બેઠકના રેકોર્ડ રખાયા છે. આ અંગે વધુ માહિતી આપતા પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમિતિને સવા લાખથી વધુ રજૂઆતો મળી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાતને ચકાસવા રાજ્ય સરકારે નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો હતો.