ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફની અધ્યક્ષતામાં અરવલ્લી અને મહીસાગર ખાતે એક બેઠક યોજાઇ હતી. ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા. ઉપરાંત મહેસાણા અને પાટણમાં પણ ગુજરાત સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય સી.એલ.મીણા અને આર.સી.કોડેકરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે આગામી 24 માર્ચના સુધી https://uccgujarat.in પર અથવા ટપાલ તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો મોકલી આપવા સમિતિએ અપીલ કરી હતી.
Site Admin | માર્ચ 12, 2025 10:12 એ એમ (AM)
સમાન નાગરિક સંહિતાના અમલ માટે નાગરિકોના સૂચન મેળવવા વિવિધ જિલ્લાઓમાં U.C.C.ની કમિટિના સભ્યોની તબક્કવાર બેઠક યોજાઈ.
