ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 7:41 એ એમ (AM)

printer

સમાન નાગરિક કાયદાના રાજ્યમાં અમલ અંતર્ગત વિવિધ જીલ્લાઓમાં તબકકાવાર યુસીસીની બેઠકોનો દોર

સમાન નાગરિક સંહિતા સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં યુ.સી.સી. કમિટીના સભ્યશ્રી સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટશ્રી આર.સી. કોડેકરએ ઉપસ્થિત પ્રતિનિધિઓના મંતવ્યો જાણી જરૂરી ચર્ચાઓ કરી હતી.
આ બેઠકમાં મોરબીના પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, બાળકો સહિત મહિલા અધિકારો,મિલકતના અધિકારો,ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો,નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
યુ.સી.સી. સમિતિના સભ્યો દ્વારા રાજકોટ કલેકટર કચેરી ખાતે બેઠક યોજી સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે અભિપ્રાયો મેળવાયા હતા. સમિતિના સભ્યોએ વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક માં યુ.સી.સી. વિશે વિગતવાર સમજણ આપી
જામનગર અને સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી બેઠકમાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિના સભ્યો દ્વારા અભિપ્રાયો મેળવાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.