ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 7:43 પી એમ(PM)

printer

સમાજને વધુ સશક્ત બનાવવાની રાષ્ટ્રની ગતિને પારદર્શક ન્યાય પ્રણાલી વધુ વેગવંતી બનાવી શકે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સમાજને વધુ સશક્ત બનાવવાની રાષ્ટ્રની ગતિને પારદર્શક ન્યાય પ્રણાલી વધુ વેગવંતી બનાવી શકે છે. .
રાષ્ટ્રપતિએ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સુપ્રીમકોર્ટના ત્રણ પ્રકાશનોના વિમોચન પ્રસંગે પોતાના સંબોધનમાં આ પ્રમાણે જણાવ્યું હતું.. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, સમાનતા અને સમાન ન્યાયનો આદર્શ ન્યાયતંત્ર માટે માર્ગદર્શક સિદ્ધાંત હોવો જોઈએ. રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરી કે સર્વોચ્ચ અદાલત તેની સ્થાપનાના 75માં વર્ષ માટે પરીણામલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરી રહીછે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, લોક અદાલતનું આયોજન અને જિલ્લા સ્તરના ન્યાયિક અધિકારીઓની કોન્ફરન્સનું આયોજન એ ન્યાય પ્રણાલીની પાયાની જરૂરિયાતોના બે ઉદાહરણો છે. આજે  જે ત્રણ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું તેમાં : સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પર પ્રતિબિંબ, ભારતમાં જેલ  અને જેલ માર્ગદર્શિકાઓ અને મેપિંગ ફોર રિફોર્મેશન તેમજ  કાયદાની શાળાઓ દ્વારા કાનૂની સહાયતાનો સમાવેશ થાય છે.. 
વિમોચન પ્રસંગે બોલતા દેશના  મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું, કે, આજે બહાર પાડવામાં આવેલા તમામ પ્રકાશનોમાં પારદર્શકતાનું તત્વ છે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ત્રણ પ્રકાશનોમાંથી, એક નિબંધોનો સંગ્રહ છે જે કોર્ટની સ્થાપના પછીના ન્યાયશાસ્ત્રનું વિશ્લેષણ કરે છે, જ્યારે બાકીના બે અભ્યાસો છે જે યુનિવર્સિટીઓમાં કાનૂની સહાય કોર્ષોની કામગીરી અને જેલોની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે.