વસ્તુ અને સેવા કર- GSTએ રાજ્યને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ગતિશીલ અર્થતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં GST લાગુ થયા બાદ કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો નોંધાયો છે. ગત આઠ વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને 12 હજાર 66 લાખને વટાવી ગઈ છે.
આઠ વર્ષ પહેલા GST લાગુ થયો ત્યારે રાજ્યમાં 5 લાખ 15 હજારથી વધુ કરદાતા હતા, જેની સામે આજે વર્ષ 2024-25માં કરદાતાઓની સંખ્યા બમણાથી વધુ થઈ છે. નોંધાયેલા કરદાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત આજે દેશમાં ત્રીજા સ્થાને છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યને GSTથી એક લાખ 36 હજાર 748 કરોડ રૂપિયાની આવક થઈ છે. મુખ્ય કામગીરી સૂચકાંકો એટલે કે, કી પર્ફોર્મૅન્સ ઈન્ડિકેટર્સ K.P.I.માં ગુજરાતે 71.69 પૉઈન્ટ સાથે સમગ્ર દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો. ઉપરાંત સમયસર GSTR થ્રીબી અને GSTR-વન રિટર્ન ભરવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ રહ્યું છે.
Site Admin | જુલાઇ 8, 2025 7:52 પી એમ(PM)
સમયસર GST રિટર્ન ભરવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે