નવેમ્બર 14, 2025 5:25 પી એમ(PM)

printer

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ મારફત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ મારફત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.
આજથી શરૂ થયેલું આ અભિયાન 23 નવેમ્બર સુધી ચાલશે. સર્વે દરમિયાન ૬ થી ૧૮ વર્ષની વયજૂથના એવા બાળકોને શોધી કાઢવામાં આવશે જેઓ જુદા જુદા કારણોસર શાળા બહાર છે અને જેમનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ અધૂરું છે. સર્વેક્ષણમાં શાળા બહારના બાળકો તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો સહિતના તમામ બાળકોને આવરી લેવામાં આવશે. અને એકત્ર કરાયેલી માહિતીના આધારે, આવા બાળકોને તેમની ઉંમર અને અગાઉના શૈક્ષણિક સ્તરને અનુરૂપ યોગ્ય શિક્ષણ પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.