ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
COP-29 સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવામાન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહત્વાકાંક્ષી પેરિસ સમજૂતી ગંભીર જોખમમાં છે. પેરિસ કરારનો ધ્યેય પૃથ્વીની સપાટી પર લાંબા ગાળાના સરેરાશ તાપમાનમાં વધારો બે ડિગ્રીથી નીચે રાખવાનો છે. કરારમાં આ તાપમાનને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી મર્યાદિત કરવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે.
અહેવાલ અનુસાર, 2015થી 2024 સુધીનો દશક સૌથી ગરમ રહેવાની ધારણા છે. જેના કારણે હિમનદીઓમાંથી બરફ પીગળવો, દરિયાની સપાટીમાં વધારો અને સમુદ્રનું પાણી ગરમ થવાના બનાવો વધી રહ્યા છે. વિશ્વ હવામાન વિભાગના સેક્રેટરી જનરલ સેલેસ્ટે સાઉલોએ જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તનના સંબંધમાં તાપમાનમાં કોઈપણ વધારા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે અને તાપમાનમાં વધારાના વધારાથી કુદરતી આફતોના જોખમો અને અસરોમાં વધારો થાય છે.