ડિસેમ્બર 21, 2025 9:57 એ એમ (AM)

printer

સમગ્ર વિશ્વમાં આજે બીજા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે બીજા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગયા વર્ષે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં શિયાળુ સંક્રાંતિને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવી હતી, જે આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિનું પ્રતીક છે.
દરમિયાન ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ” વૈશ્વિક શાંતિ અને સદભાવ માટે ધ્યાન” કાર્યક્રમ દરમિયાન ધ્યાન સત્રનું નેતૃત્વ કર્યું હતું. યુદ્ધભૂમિ પર અર્જુનને ભગવાન કૃષ્ણએ ધ્યાન યોગ પર આપેલા ઉપદેશોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે આજની માનવતા માટે પરિસ્થિતિઓ યુદ્ધભૂમિથી ઓછી નથી, કારણ કે સમાજમાં વિવિધ મુદ્દાઓ યુદ્ધની સ્થિતિથી ઓછી નથી. ભગવાન કૃષ્ણના ઉપદેશોને ટાંકીને, તેમણે કહ્યું કે યુક્રેનમાં આઠ હજાર સૈનિકો લડવૈયા તરીકે અંધકાર અને નિરાશામાં ડૂબેલા હતા, પરંતુ તેઓએ ધ્યાન કર્યું અને શાંતિ પ્રાપ્ત કરી.
વિશ્વભરના રાજદ્વારીઓ સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ અને યોગ પ્રશિક્ષકો તેમની સાથે પોતાની અને વિશ્વમાં શાંતિ લાવવાના હેતુથી ધ્યાનમાં જોડાયા. આ કાર્યક્રમનું આયોજન ભારત, એન્ડોરા, મેક્સિકો, નેપાળ અને શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ દેશોએ ગયા વર્ષે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવા માટે મહાસભાના ઠરાવને પ્રાયોજિત કર્યો હતો.