જુલાઇ 7, 2025 1:38 પી એમ(PM)

printer

સમગ્ર રાષ્ટ્ર વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાને તેમની પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

સમગ્ર રાષ્ટ્ર વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાને તેમની પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, કારગિલ યુદ્ધ દરમિયાન તેમની અજોડ બહાદુરી અને બલિદાન રાષ્ટ્રની સેવામાં હિંમતનું મોટું ઉદાહરણ છે.
1999માં કારગિલ યુદ્ધ દરમિયાન વિક્રમ બત્રાની આગેવાની હેઠળની ટૂકડીએ દુશ્મન સામે લડીને વિવિધ ચોકીઓ કબજે કરીને તેનાં સૈનિકોને નિઃશસ્ત્ર કર્યા. આવી એક લડાઇમાં ગંભીર ઇજા થતાં તેઓ શહીદ થયા. કેપ્ટન બત્રાને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.