ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 7, 2024 8:28 એ એમ (AM) | ભૂપેન્દ્ર પટેલે

printer

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો ગઈકાલથી આરંભ થયો છે.

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો ગઈકાલથી આરંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રવી કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડામાં આરંભ કરાવ્યો હતો..
બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનીક્લ માર્ગદર્શન, પરિસંવાદો, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત તેમજ પશુ આરોગ્ય મેળાઓ રાજ્યના તમામ તાલુકા મથકોએ યોજાશે.
અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકાના સમોડા ખાતેથી પાટણ જિલ્લામાં નવ તાલુકામાં કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે, આ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને તાલીમ મળશે. તેમણે ખેડૂતોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધી જનક જાગીરદાર જણાવે છે કે જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ શરૂ થયો છે. આ અંતર્ગત નડિયાદ, માતર, મહુધા, કપડવંજ સહિતનાં શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતાં વિવિધ તાલુકાના ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઓરવાડા ગ્રામ પંચાયત મેદાન ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ-૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું.