સમગ્ર રાજ્યમાં આજે નવા વર્ષની હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવણી થઇ રહી છે.
સમગ્ર રાજ્યમાં આજે વિક્રમ સંવત 2082 નો અનેક આશાઓ અને અરમાનો સાથે પ્રારંભ થયો. નવા વર્ષના દિવસે રાજ્યના મોટાભાગના મંદિરોમાં દર્શન કરવા માટે શ્રદ્ધાઓની ભીડ સવારથી ઉમટી પડી હતી. લોકો નવા કપડાં પહેરીને એકબીજાને ગળે મળીને મીઠાઈ ખવડાવીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આગામી વર્ષમાં નાણાકીય વૃદ્ધિ માટે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે વેપારીઓએ નવા હિસાબી ચોપડાઓની પૂજા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની સરકારે જીએસટીમાં ઘટાડો કરતા કરોડો દેશવાસીઓએ દિવાળીના તહેવારો પર મન મૂકીને જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી અને લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કર્યું હતું. આજથી શરૂ થતું નવું વર્ષ રાજ્યના આર્થિક વિકાસ તેમજ આત્મનિર્ભર ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે એવી આશા છે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 7:18 પી એમ(PM)
સમગ્ર રાજ્યમાં નવા વર્ષની ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી