રાજ્યમાં ગઇકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ગગડયો છે ત્યારે આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો અને ત્યારબાદ ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. દરમ્યાન 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે.
Site Admin | જાન્યુઆરી 11, 2026 9:49 એ એમ (AM)
સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો, છ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ