જાન્યુઆરી 15, 2026 9:37 એ એમ (AM)

printer

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી, મોડી રાત સુધી આતશબાજી સાથે ઉજવણી કરાઇ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લોકોએ મકરસંક્રાંતિના પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. લોકોએ ધાબા પરથી વિવિધ રંગોના પતંગો આકાશમાં ચડાવીને પતંગ ઉડાવવાની મોજ માણી હતી. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું હતું. “કાઇપો છે” ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ લોકોએ શેરડી, બોર, જલેબી, ઊંધિયું, તલ-સિંગની ચિક્કી આરોગીને તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.કેન્દ્રશાસિત પ્રદેશ દીવના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, દીવ જિલ્લાના દરેક બીચ પર મકરસંક્રતી નિમિતે ભવ્ય પતંગ મહોત્સવ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પર્યટકોએ ખાણી-પીણી અને પતંગ ચગાવવાની મજા માણી હતી.અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, પંચમહાલના ગોધરા શહેરમાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું અને બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સવારથી જ વિવિધ વિસ્તરોમાં ઊંધિયું, જલેબી અને ફાફડા લેવા લોકો ઉમટી પડ્યા હતા.ઉલ્લેખનીય છે કે, લોકો આજે પણ પતંગ ચગાવીને વાસી ઉત્તરાયણની ઉજવણી કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.