નવેમ્બર 15, 2024 7:51 પી એમ(PM) | ગુરુ નાનક જયંતી

printer

સમગ્ર દેશ અને દુનિયામાં આજે દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

સમગ્ર દેશ અને દુનિયામાં આજે દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કારતક મહિનાની પૂનમના પાવન દિવસે તમામ દેવતાઓ દિવાળી ઉજવતા હોવાની માન્યતા છે.
ભગવાન શિવની નગરી કાશીનાં વિવિઘ ઘાટ દિવાઓથી ઝગમગી ઉઠ્યા છે. હરિદ્વાર અને પ્રયાગરાજમાં પણ દેવ દિવાળી પ્રસંગે શ્રધ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો. આજે શીખ સંપ્રદાયનાં પ્રથમ ગુરુ- ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિએ ગુરૂદ્વારાઓમાં વિશેષ કિર્તન અને પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા. તમામ ધર્મનાં લોકોએ પંજાબનાં અમૃતસરમાં શ્રી હરમિન્દર સાહિબ અને અન્ય ગુરુદ્વારામાં પ્રાર્થના કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.