જાન્યુઆરી 1, 2026 8:37 એ એમ (AM)

printer

સમગ્ર દેશમાં લોકોએ ઉત્સાહ, પ્રાર્થના, જાહેર મેળાવડાઓ અને નવી આશાઓ સાથે નવા વર્ષ 2026નું સ્વાગત કર્યું

સમગ્ર દેશમાં લોકોએ ઉત્સાહ, પ્રાર્થના અને જાહેર મેળાવડાઓ અને નવી આશાઓ સાથે નવા વર્ષ 2026નું સ્વાગત કર્યું. જ્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે સતર્ક રહી.રાષ્ટ્રીય રાજધાનીમાં કનોટ પ્લેસ અને ઇન્ડિયા ગેટ જેવા મુખ્ય સ્થળોએ ગાઢ ધુમ્મસ છતાં લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી શહેરમાં 2020 બાદની સૌથી ઠંડી નવા વર્ષની પૂર્વ સંધ્યા હતી.ગોવામાં સ્થાનિકો અને પ્રવાસીઓ લોકપ્રિય પાર્ટી હબમાં ભેગા થયા ત્યારે ચમકતા ફટાકડાએ આકાશને પ્રકાશિત કર્યું, હોટલો અને બીચ પર ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું.મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિતના સ્થળોએ લોકોએ 2026નું સ્વાગત કર્યું.હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ઉજવણી કરવામાં આવી, જ્યારે જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં પ્રવાસીઓએ બરફથી ઢંકાયેલા લેન્ડસ્કેપ્સ વચ્ચે નવા વર્ષનું સ્વાગત કર્યું.મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લોકોએ ફટાકડા અને બોલીવુડ સંગીત સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું.તેલંગાણામાં હૈદરાબાદમાં મોટી સંખ્યામાં લોકો ફટાકડા, સંગીત અને મોડી રાત સુધી ઉજવણીનો આનંદ માણતા જોવા મળ્યા, જ્યારે કર્ણાટકના બેંગલુરુમાં અધિકારીઓએ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરતા ફટાકડા ફોડીને 2026નું સ્વાગત કર્યું. અમૃતસરમાં મધ્યરાત્રિએ જ ભક્તો શ્રી હરમંદિર સાહિબમાં પ્રાર્થના કરવા માટે ઉમટી પડ્યા.