સમગ્ર દેશમાં આજે દેવતાઓની દિવાળી એટલે કે દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પવિત્ર નગરી વારાણસી પણ દેવદિવાળીનો ભવ્ય ઉત્સવ ઉજવવા તૈયાર છે.
દેવદિવાળી એટલે દેવતાઓની દિવાળી. તે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. દિવાળીના પંદર દિવસ બાદ કારતક પૂનમની રાત્રે દેવદિવાળી ઉજવાય છે. માન્યતા મુજબ, આજના દિવસે દેવતા પવિત્ર ગંગા નદીમાં સ્નાન માટે પૃથ્વી પર આવે છે. તેવામાં આજે રાત્રે વારાણસી ખરેખર પ્રકાશની નગરી કાશી બની જાય છે. કારણ કે, અસંખ્ય દીવડાઓ દેવતાઓના સ્વાગતનો દિવ્ય સંદેશ આપે છે. દીવડાઓની ઝગમગતી દીપમાળાઓનું આ અદભૂત મિલન તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. નદીના ઘાટ, મંદિર સહિતના સ્થળ રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. ગંગા નદીમાં દીવડાઓના પ્રતિબિંબથી પ્રકાશની ઝગમગતી આકાશગંગા બનાવે છે.
Site Admin | નવેમ્બર 5, 2025 7:35 પી એમ(PM)
સમગ્ર દેશમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી