ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓના માથે તિલક લગાવે છે અને તેમના લાંબા આયૂષ્ય માટે પ્રાર્થના કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાઈબીજના તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ આ શુભ તહેવાર ભાઈઓ અ બહેનો વચ્ચેના સ્નેહમાં વધારો કરે તેવી આશા વ્યક્ત કરી છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ભાઈબીજના તહેવારની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી શાહે પ્રેમ, સમર્પણ અને ભક્તિના આ તહેવાર તમામ લોકોને જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે તેવી પ્રાર્થના કરી છે.