ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 2:34 પી એમ(PM)

printer

સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં આવશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, એક વર્ષમાં એક હજાર નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. શ્રી શાહે છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલા રાષ્ટ્રપતિ ધ્વજ અલંકરણ સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું. તેમને રાયપુરની પોલીસ પરેડ પરિસરમાં છત્તીસગઢ સશસ્ત્ર દળોએ સલામી આપી હતી. શ્રી શાહે છત્તીસગઢ પોલીસને ‘પ્રેસિડેન્ટ કલર’ એનાયત કર્યું હતું.
શ્રી શાહ જગદલપુરમાં બસ્તર ઑલિમ્પિક સમાપન સમારોહમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત તેઓ શસ્ત્રો છોડીને મુખ્યધારામાં સામેલ થયેલા નક્સલીઓ સાથે મુલાકાત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.