ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સમગ્ર દેશની સાથે રાજ્યમાં આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ૨૦૨૪ની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી

સમગ્ર દેશની સાથે રાજ્યમાં આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ૨૦૨૪ની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી છે. ગૃહ‌ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી એમ.કે.દાસે તમામ હોમગાર્ડસને ૬૨માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની શુભકામના આપીને હોમગાર્ડઝની સેવાઓની પ્રસંશા કરી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષા રમતોત્સવમાં વિજેતા રમતવીરોને ટ્રોફી આપવામાં આવી હતી, તેમજ વર્ષ -૨૦૨૪ના કુલ-૨૦ DG Discના ચંદ્રક હોમગાર્ડઝ દળ-નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી, કર્મચારીઓને તેમજ માનદ્ અધિકારી, સભ્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ