સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ અંતર્ગત સાતમી ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.SIRના વિવિધ તબક્કાઓ અનુસાર ચોથી નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ નવમી ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.નવમી ડિસેમ્બર 2025થી આઠમી જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. 31મી જાન્યુઆરી 2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે સાતમી ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આગાઉ થયેલ SIRને અનુસંધાને પહેલી જાન્યુઆરી 2002ની લાયકાત યોગ્ય ગણવામાં આવશે. નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 10:10 એ એમ (AM)
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત, સાતમી ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે