જનતા યોજના અભિયાન – સબકી યોજના, સબકા વિકાસ પર બે મિનિટની જાહેર સેવા જાગૃતિ ફિલ્મ આજથી 6 નવેમ્બર સુધી દેશના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે. પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનભાગીદારી અને સરકારી યોજનાઓના સંતૃપ્તિના સંકલ્પ સાથે સુસંગત છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય 2026-27 માટે પંચાયત વિકાસ યોજનાઓની તૈયારીમાં જનજાગૃતિ અને લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.
આદર્શ આચારસંહિતા અમલમાં હોય તે સિવાયના તમામ રાજ્યોમાં આ શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરાશે. ફિલ્મ શરૂ થાય તે પહેલાં અને અંતરાલ સમયગાળાની છેલ્લી પાંચ મિનિટ દરમિયાન આ શોર્ટ ફિલ્મ ચલાવવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 2:57 પી એમ(PM)
સબકી યોજના, સબકા વિકાસ પર જાહેર સેવા જાગૃતિ ફિલ્મ આજથી 6 નવેમ્બર સુધી દેશના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે