સપ્તાહનાં પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોએ આજે મોટાભાગના ક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે અડધા ટકાથી વધુની ખોટ નોંધાવી હતી. પ્રથમ ત્રિમાસિક ગાળાની કમાણી અને ભારત-અમેરિકા વેપાર મંત્રણામાં ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ-BSEનો 30 શેરોનો ઇન્ડેક્સ, સેન્સેક્સ 572 પોઇન્ટ ઘટીને 80 હજાર 891 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફિફ્ટી 156 પોઇન્ટ ઘટીને 24 હજાર 681 પર બંધ રહ્યો હતો. બીએસઈના વ્યાપક બજાર સૂચકાંકો પણ નીચા સ્તરે બંધ થયા હતા. મિડ-કેપ ઇન્ડેક્સ 0.7 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 1.3 ટકા ઘટ્યો હતો.
મહિનાના અંતે આયાતકારો તરફથી ડોલરની માંગ અને સ્થાનિક ઇક્વિટી બજારોમાં નકારાત્મક વલણ વચ્ચે વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ડોલર સામે 14 પૈસા ઘટીને 86 રૂપિયા અને 66 પૈસા પર સ્થિર થયો હતો.
Site Admin | જુલાઇ 28, 2025 7:48 પી એમ(PM)
સપ્તાહનાં પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિકઇક્વિટી સૂચકાંકો અડધા ટકાથી વધુનાં ઘટાડા સાથે બંધ
