ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ઍન્થની અલ્બનીઝે જાહેરાત કરી કે, સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80-મા સત્રમાં પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક માન્યતા આપશે. આ ઑસ્ટ્રેલિયાની વિદેશ નીતિમાં મહત્વનું પરિવર્તન દર્શાવે છે. આ નિર્ણય ફ્રાન્સ, બ્રિટન અને કૅનેડા જેવા દેશ સાથે ઑસ્ટ્રેલિયાના વિચારને સુસંગત છે. આ પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપવાના તેમના હેતુઓનો સંકેત પણ છે. તેનો ઉદ્દેશ પશ્ચિમ ઍશિયામાં બે રાજ્યના ઉકેલની દિશામાં આંતર-રાષ્ટ્રીય ગતિને વેગ આપવાનો છે.
શ્રી અલ્બનીઝની લેબર સરકારની અંદર કેટલાક સપ્તાહથી આંતરિક દબાણ અને ગાઝામાં માનવતાવાદી કટોકટી પર લોકોની વધતી ચિંતા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. શ્રી અલ્બનીઝે કહ્યું, આ નિર્ણય પેલેસ્ટાઈન સત્તામંડળની પ્રતિબદ્ધતાઓ અને ચૂંટણી યોજવાની પહેલ પર આધારિત છે. તેમાં ભવિષ્યની પેલેસ્ટાઈન સરકારમાં હમાસની કોઈ ભૂમિકા નહીં હોય.
Site Admin | ઓગસ્ટ 11, 2025 1:52 પી એમ(PM)
સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક માન્યતા આપવાની ઓસ્ટ્રેલિયાની જાહેરાત
