સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન -DRDOએ ગઈકાલે ઓડિશા દરિયાકાંઠે એક સંકલિત હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું.
આ બહુ-સ્તરીય સ્વદેશી પ્રણાલીમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ, એક અદ્યતન ટૂંકી-અંતરની હવાઈ સંરક્ષણ મિસાઇલ અને લેસર-માર્ગદર્શિત નિર્દેશિત ઉર્જા શસ્ત્રનો સમાવેશ થાય છે.
પરીક્ષણ ઉડાન દરમિયાન, આ પ્રણાલીએ વિવિધ અંતરે સ્થિત ત્રણ લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા. આ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ઉપરાંત, સશસ્ત્ર દળોના પ્રતિનિધિઓ પણ હાજર હતા.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO વૈજ્ઞાનિકો, સશસ્ત્ર દળો અને સંરક્ષણ ઉદ્યોગને પરીક્ષણ ઉડાનની સફળતા બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આ અનોખી પ્રણાલીની સફળતાએ દેશની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતા સ્થાપિત કરી છે અને દેશના સંરક્ષણ મથકોની સુરક્ષાને મજબૂત બનાવશે
Site Admin | ઓગસ્ટ 24, 2025 1:51 પી એમ(PM)
સપાટીથી હવામાં પ્રહાર કરતી અત્યંત આધુનિક મિસાઇલનું ભારતે સફળ પરિક્ષણ કર્યું.
