ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 26, 2025 7:56 પી એમ(PM)

printer

સત્તર સાંસદોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર 2025 એનાયત કરાયા

આજે નવી દિલ્હીમાં સત્તર સાંસદોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યા છે. આ સાંસદોમાં ભાજપના રવિ કિશન અને દિનેશ શર્મા, કોંગ્રેસના વર્ષા ગાયકવાડ, એનસીપી-એસપીના સુપ્રિયા સુલે અને શિવસેના-યુબીટીના અરવિંદ સાવંતનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો એક બિન-સરકારી સંગઠન દ્વારા આપવામાં આવ્યા છે.
આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, આ પુરસ્કાર સાંસદોના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવ્યા છે. આ પુરસ્કાર મેળવનારા તમામ સાંસદોને અભિનંદન પણ આપ્યા.