સંસ્કૃતિ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સૌજન્યથી આ મંગળવાર અને બુધવારે નવી દિલ્હીમાં પહેલી એશિયન બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન કરાશે. “એશિયાને સુદ્રઢ બનાવવામાં બુદ્ધ ધમ્મની ભૂમિકા” એ આ સંમેલનનો વિષય હશે. સંમેલનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
સંમેલનમાં એશિયાની વિવિધ બૌદ્ધ પરંપરાના વિદ્વાન, બૌદ્ધ સમુદાયના સમકાલીન પડકારોના નિવારણ પર ચર્ચા કરાશે. બૌદ્ધ ધર્મનો ભારત અને એશિયાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં વિશેષ સ્થાન છે. આ સંમેલન એશિયામાં બુદ્ધ ધમ્મની વિવિધ પરંપરાઓને સાથે લાવવાની એક તક છે.
Site Admin | નવેમ્બર 3, 2024 9:37 એ એમ (AM)
સંસ્કૃતિ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સૌજન્યથી આ મંગળવાર અને બુધવારે નવી દિલ્હીમાં પહેલી એશિયન બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન કરાશે
