સંસદે મણિપુર વસ્તુ અને સેવા કર દ્વિતીય સુધારા ખરડો 2025 પસાર કર્યો. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે ગૃહમાં રજૂ કરેલો આ ખરડો મણિપુર વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017માં સુધારા માટે લવાયો છે. તેનો ઉદ્દેશ નવા વસ્તુ અને સેવા કર – GST દરને લાગૂ કરવાનો પણ છે.
વર્તમાન GST દરને પાંચ અને 18 ટકા એમ બે માળખામાં રજૂ કરવાની યોજનામાં પણ સામેલ છે. કેન્દ્ર અને રાજ્યોની 56-મી GST પરિષદે પાંચ, 12, 18 અને 28 ટકાના માળખાને સંયુક્ત કરીને પાંચ અને 18 ટકામાં પરિવર્તિત કરી દીધું. 375 વસ્તુઓ પર GST દરને ઘટાડવાનો નિર્ણય કરાયો હતો.
લોકસભાએ પહેલા જ આ ખરડો પસાર કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, આ ખરડો મણિપુરમાં વેપાર સરળ બનાવશે અને બિનજરૂરી વિવાદથી બચાવશે. તેમણે કહ્યું, આ ખરડાથી વ્યવસાયોની સાથે સાથે ઉદ્યમોને પણ લાભ થશે.
Site Admin | ડિસેમ્બર 2, 2025 7:41 પી એમ(PM)
સંસદે મણિપુર વસ્તુ અને સેવા કર દ્વિતીય સુધારા ખરડો 2025 પસાર કર્યો