ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 12, 2025 7:43 પી એમ(PM)

printer

સંસદે આવકવેરાનું બિલ, 2025 અને કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025 પસાર કર્યા

સંસદે આવકવેરાનું બિલ, 2025 અને કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025 પસાર કર્યા છે અને રાજ્યસભાએ ચર્ચા બાદ બંને કાયદાઓને લોકસભામાં પરત કર્યા છે. આજે સાંજે ઉપલા ગૃહમાં બે બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નવા આવકવેરાના કાયદાને કરદાતાને અનુકૂળ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સંસદે રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ, 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025 પસાર કર્યું છે. લોકસભામાં ભારતીય બંદરો બિલ, 2025 પસાર થયું છે. નીચલા ગૃહએ ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા બિલ, 2025 પણ પસાર કર્યું છે. બાદમાં, એસ. આઈ. આર. મુદ્દે વિપક્ષના હોબાળા બાદ લોકસભાને દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ મહિનાની 18 તારીખે ગૃહની બેઠક ફરી મળશે.