સપ્ટેમ્બર 27, 2024 2:23 પી એમ(PM) | સંસદીય વિભાગ

printer

સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી

સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ભાજપના ભર્તૃહરિ મહતાબ નાણાકીય પેનલનું નેતૃત્વ કરશે જ્યારે કોંગ્રેસના શશિ થરૂર વિદેશ બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ સંરક્ષણ પેનલના અધ્યક્ષ જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલ ગૃહ વિભાગ સંબંધિત સ્થાયી સમિતિના વડા નિયુક્ત થયા છે. એનસીપી સાંસદ સુનીલ તટકરે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પરની પેનલનું નેતૃત્વ કરશે અને શિવસેનાના શ્રીરંગ અપ્પા બાર્ને ઉર્જાની સમિતિની અધ્યક્ષતા કરશે.
કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્ની કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા પરની સમિતિનું નેતૃત્વ કરશે અને કોંગ્રેસના સપ્તગીરી ઉલાકાને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. JD(U)ના સંજય ઝા પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ સમિતિનું નેતૃત્વ કરશે અને TDPના મગુન્તા શ્રીનિવા સુલુરેડ્ડી આવાસ અને શહેરી બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. આ સાથે ભાજપ અને કોંગ્રેસના હાલના સાંસદો અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓને અન્ય વિવિધ વિભાગોનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.