જાન્યુઆરી 18, 2026 7:42 પી એમ(PM)

printer

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ દેશના બંધારણને નષ્ટ કરી રહી છે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ – ટીએમસી દેશના બંધારણને નષ્ટ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ, પશ્ચિમ બંગાળ તરફથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી રહ્યા છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રક્ષણ આપી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં પશ્ચિમ બંગાળમાં કાયદાનું શાસન નથી.