નવેમ્બર 8, 2025 7:52 પી એમ(PM)

printer

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે, સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી યોજાશે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પહેલી ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. શ્રી રિજિજુએ કહ્યું કે સરકાર લોકશાહીને મજબૂત બનાવતા અને દેશવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરતા રચનાત્મક અને સકારાત્મક સત્રની રાહ જોઈ રહી છે.