સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠનો અંત આવ્યો છે. બંને પક્ષો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ તેમજ ચૂંટણી સુધારા-SIR પર ચર્ચા કરવા સંમત થયા છે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં કાર્યકારી સલાહકાર સમિતિએ 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે વંદે માતરમ પર ખાસ ચર્ચા કરવા સંમતિ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચા શરૂ કરે તેવી અપેક્ષા છે. બેઠકમાં 9 અને 10 ડિસેમ્બરે લોકસભામાં ચૂંટણી સુધારાઓ પર 10 કલાકની ચર્ચા કરવાનો પણ નિર્ણય લેવાયો છે.મીડિયાને સંબોધતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સંસદીય લોકશાહી માટે ચૂંટણી પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે તમામ પક્ષો ચર્ચા માટે સંમત થયા છે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 9:16 એ એમ (AM)
સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠનો અંત -બંને પક્ષો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ તેમજ SIR પર ચર્ચા કરવા સંમત