સંસદમાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર કરાયો છે. રાજ્યસભામાં ગઈકાલે રાત્રે આ ખરડાને મંજૂરી મળી હતી. સરકાર આ ખરડાના માધ્યમથી વર્ષ 2047માં વિકસિત ભારતના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ગ્રામીણ વિકાસ માળખું તૈયાર કરવા માગે છે.
આ કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના વેતનની કાયદાકીય બાંહેધરી અપાશે. જામનગરના સ્થાનિક ભરત રાવલે આ અંગે પ્રતિક્રિયા આપી.
Site Admin | ડિસેમ્બર 19, 2025 4:28 પી એમ(PM)
સંસદમાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર કરાયો.