સંસદમાં આજે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, ૨૦૨૫ પસાર થયું. જેને રાજ્યસભા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બિલ ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવા તેમજ તેનાથી સંબંધિત હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ, જાહેરાતો અને નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવા વિશે છે. તે ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન, વ્યૂહાત્મક વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટીની નિમણૂકની જોગવાઈ કરે છે. આ બિલનો ઉદ્દેશ્ય યુવાનો અને નબળા વર્ગોને આવી રમતોના પ્રતિકૂળ સામાજિક, આર્થિક, માનસિક અને ગોપનીયતા-સંબંધિત પ્રભાવોથી બચાવવાનો છે.
આ બિલ ઓનલાઈન મની ગેમ્સ ઓફર કરવા, ચલાવવા અથવા સુવિધા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ કરે છે. ઓનલાઈન મની ગેમિંગ સંબંધિત કાયદાનું ઉલ્લંઘન ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડ અથવા બંનેની સજાને પાત્ર છે.
બિલ રજૂ કરતા, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઓનલાઈન મની ગેમિંગ સમાજ માટે ખતરો બની ગયું છે. તેમણે કહ્યું કે ઓનલાઈન મની ગેમિંગને કારણે ઘણા પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 7:57 પી એમ(PM)
સંસદમાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, ૨૦૨૫ પસાર.
