આજે મતદાર યાદીના મુદ્દા પર ખાસ સઘન સુધારાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે ગૃહોની કાર્યવાહી અનેકવાર સ્થગિત કરવી પડી. લોકસભા ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી જ્યારે રાજ્યસભા બે વખત સ્થગિત રહી હતી અને અંતે દિવસભર માટે સ્થગિત કરાઇ.
અગાઉ, લોકસભામાં શોરબકોર વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 130મો બંધારણીય સુધારા ખરડો, 2025, કેન્દ્રશાસિત પ્રદેશો શાસન સુધારા ખરડો, 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા ખરડો, 2025 રજૂ કર્યા.
બાદમાં, ગૃહે આ ખરડાઓને વધુ ચકાસણી માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલ્યા.
રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. અગાઉ બપોરે બીજી વાર મુલતવી રાખ્યા પછી જ્યારે રાજ્યસભા ફરી શરૂ થઈ, ત્યારે વિરોધ પક્ષના સાંસદોએ SIRના મુદ્દા પર વિરોધ શરૂ કર્યો. બાદમાં તેઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહમાં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સુધારા ખરડો, 2025 પસાર થયો. ખરડા પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, સરકારે ભારતીય મેનેજમેન્ટ સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપ્યો છે.
આ કામકાજ પૂર્ણ કર્યા પછી, ગૃહે ખાસ ઉલ્લેખ કર્યો જેમાં સાંસદોએ જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. ત્યારબાદ, ગૃહને દિવસભર માટે સ્થગિત કરાયું.
Site Admin | ઓગસ્ટ 20, 2025 7:38 પી એમ(PM)
સંસદમાં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ્સ ઑફ મેનેજમેન્ટ સુધારા ખરડો, 2025 પસાર.