સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. પહેલી ડિસેમ્બરે શરૂ થયેલુ 19 દિવસનું શિયાળુ સત્ર આજે પૂર્ણ થયું. પોતાના સમાપન સંબોધનમાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ગૃહની ઉત્પાદકતા લગભગ 111 ટકા હતી. તેમણે કહ્યું કે ગૃહની કુલ 15 બેઠકો યોજાઈ હતી. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમના સમાપન ભાષણમાં જણાવ્યું કે ગૃહ લગભગ 92 કલાક કાર્યરત હતું અને 121 ટકા ઉત્પાદકતા નોંધાઈ હતી.
શિયાળુ સત્ર દરમિયાન, લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ અને ચૂંટણી સુધારાઓ-SIR પર વિશેષ ચર્ચા થઈ. આ ઉપરાંત, અનેક મહત્વપૂર્ણ ખરડા પસાર કરાયા. વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી: વિકસિત ભારત – જી રામ ખરડો 2025 પસાર કરાયો. તે અંતર્ગત, દરેક ગ્રામીણ પરિવારને દર વર્ષે સો દિવસની જગ્યાએ 125 દિવસની વેતન રોજગારી પૂરી પાડવામાં આવશે. સંસદે ભારત પરિવર્તન માટે પરમાણુ ઊર્જાનો ટકાઉ ઉપયોગ અને પ્રગતિ ખરડો, 2025, સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારા ખરડો અને રદ્દીકરણ અને સુધારા ખરડો, 2025 ને પણ મંજૂરી આપી.
Site Admin | ડિસેમ્બર 19, 2025 7:42 પી એમ(PM)
સંસદનું શિયાળુ સત્ર આજે પૂર્ણ – વિકસિત ભારત G RAM G સહિત અનેક મહત્વના ખરડા પસાર થયા