ફેબ્રુવારી 4, 2025 8:55 એ એમ (AM) | સંસદ

printer

સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં ચર્ચા થઈ.

સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં ચર્ચા થઈ. દરમિયાન વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનાં સંબોધનની ટીકા કરી હતી. તેમણે બેરોજગારીના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતા એ વાત પર ભાર આપ્યો કે, દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. શ્રી ગાંધીએ કુલ ઘરેલું ઉત્પાદન- GDPમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો 15.3 ટકાથી ઘટીને 12 ટકા થવા અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો.
આ પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામવીર સિંહ બિધૂડીએ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતા જનકલ્યાણની યોજનાઓ સહિત નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી. તેમણે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહાર કર્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિશંકર પ્રસાદે પણ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા. જ્યારે અન્ય સાંસદોએ ચર્ચામાં પોતાના મુદ્દા રજૂ કર્યા હતા.
દરમિયાન ગૃહને આજે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાયું છે.