ડિસેમ્બર 1, 2025 2:22 પી એમ(PM)

printer

સંસદના શિયાળુ સત્રમાં પ્રધાનમંત્રીએ દેશના વિકાસ માટે સકારાત્મક ચર્ચા કરવા તમામ પક્ષોને આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિયાળુ સત્ર ફક્ત એક વિધિ નથી, પરંતુ તે ભારતને વિકાસ તરફ લઈ જવાના પ્રયાસોને વેગ આપે છે. સંસદના શિયાળાના સત્રના આરંભ પહેલા મીડિયાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ આજે નોંધપાત્ર ઊંચાઈએ પહોંચી રહ્યો છે.
તેમણે કહ્યું કે, આ ગતિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર આગળ વધવા માટે નવો આત્મવિશ્વાસ આપે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે ભારતે સાબિત કર્યું છે કે લોકશાહી પ્રદાન કરી શકે છે.
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્ર નિર્માણ માટે સકારાત્મક માનસિકતાની જરૂરિયાત પર ભાર મૂકીને દેશના વિકાસ માટેની ચર્ચામાં ભાગ લેવા તમામ પક્ષોને અપીલ કરી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સભ્યોએ યુવાન સાંસદોને તકો આપવી જોઈએ.