માર્ચ 20, 2025 2:44 પી એમ(PM)

printer

સંસદના બન્ને ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત

સંસદના બંને ગૃહનો કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકનના વિરોધમાં દ્રવિડ મૂનેત્ર કઝગમ-DMK સાંસદોના ટી-શર્ટ પહેરેલા પોશાક સામે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વાંધો ઉઠાવ્યો અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી. અગાઉ, જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ગૃહ નિયમો મુજબ ચાલશે. તેમણે કહ્યું કે કેટલાક સભ્યો ગૃહના નિયમો અને ગરિમાને નબળી પાડી રહ્યા છે અને તેઓ નિયમોનું ઉલ્લંઘન થવા દેશે નહીં. રાજ્યસભાની કાર્યવાહી પણ શરૂ થયાની થોડી મિનિટો પછી સ્થગિત કરવામાં આવી હતી. સભાપતિ જગદીપ ધનખડે ગૃહમાં જાહેરાત કરી કે તેઓ ગૃહના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે.