ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 16, 2024 8:01 પી એમ(PM) | સંસદ

printer

સંસદના બજેટ સત્રના પ્રારંભ પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી

સંસદના બજેટસત્ર પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદનાબંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટસત્ર 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાંઆવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ પહેલું બજેટ હશે. ગયા મહિને સંસદનાબંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યુંહતું કે આ બજેટ સરકારની દૂરોગામી નીતિઓ અને ભવિષ્યનાં અભિગમનો અસરકારક દસ્તાવેજ હશે.