ઓગસ્ટ 1, 2025 8:40 પી એમ(PM)

printer

સંસદના બંને ગૃહો વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત કરાયા

સંસદના બંને ગૃહો વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા.
રાજ્યસભા પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી અંતે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી અને પછી આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભા બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રાખ્યા પછી મળી ત્યારે, વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા પર ચર્ચા સહિત વિવિધ મુદ્દાઓ પર ફરીથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા.
આ પહેલા, જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યું, ત્યારે ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે, બિહારમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા પર ચર્ચા કરવાની વિપક્ષની માંગના મુદ્દા પર, ચર્ચા કરવાની મંજૂરી આપી શકાય નહીં કારણ કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને આ મામલો પણ ન્યાયાધીન છે.